તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:દાનહમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો

સેલવાસ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીમાં બુધવારે કોરોના પોઝિટિવનો નવો એક કેસ નોંધાયો હતો છે.જે સાથે પ્રદેશમાં હાલમાં 4 કેસ સક્રિય છે.અત્યાર સુધીમાં કોરોનાના 5897 કેસ રિકવર થઇ ચુક્યા છે તો કોરોનાથી માત્ર ત્રણ વ્યક્તિનું મોત થયેલું હોવાનું પ્રશાસનના ચોપડે નોંધાયેલું છે. બુધવારે પ્રદેશમાં આરટીપીસી આરના 214 નમૂના લઇ ટેસ્ટ કરાતા 1 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.તો રેપિડ એન્ટિજન 306નમૂના લેવામાં આવેલા જેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો.

જોકે આજે 1 દર્દી રિકવર થતા રજા આપવામાં આવી છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતું.જેમાં આજે 2226લોકોને વેક્સિન આપવામાં આવી છે.પ્રદેશમાં પ્રથમ ડોઝ 358771 અને બીજો ડોઝ 54631 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અહીં કુલ 413402 લોકોનું વેક્સિનેશન થઇ ચુક્યું છે.

અન્ય સમાચારો પણ છે...