તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડની હત્યા:લીવ ઇન રીલેશનશીપમાં રહેતા આધેડે ઝઘડામાં પાડોશી આધેડની હત્યા કરી

સેલવાસ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને દારૂ પિવા સાથે બેઠા, ઝઘડો થતા ચપ્પુના 4 ઘા ઝીંકી દીધા
 • હત્યા બાદ આરોપી સ્થળ પરથી ભાગીને પોલીસ મથકે હાજર થયો

દાનહના આંબોલી ગામે માનીપાડા ખાતે 10 વર્ષથી મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતા આધેડે તેના પાડોશી આધેડની નશાની હાલતમાં ઝઘડો થયા બાદ હત્યા કરી પોલીસ મથકે હાજર થઇ ગયાનો બનાવ બન્યો છે. આંબોલી માનીપાડા ખાતે રહેતા મહાદુ ચાઈલા બારત ઉ.વ.55 અને એમની પડોશમાં રહેતા શુશીલ યાદવ મુળ રહેવાસી યુપી. ઉ.વ. 50 જે અહીંની સ્થાનિક મહિલા સાથે છેલ્લા 10 વર્ષથી લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હતો.

માહદુ અને સુશીલ મોડી સાંજે નોકરી પરથી પરત આવી ખેતરમાં બેસી દારૂ પીતા હતા ત્યારે બન્ને વચ્ચે કોઈક કારણસર ઝઘડો થઇ ગયો હતો.જેમાં ગુસ્સામાં આવી સુશીલે ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી ત્રણ ચાર ઘા કરી મહાદુનું ઢીમ ઢાળી દીધુ હતું. ત્યાર બાદ બુમાબુમ થતા ગામલોકો દોડી આવતા સુશીલ યાદવ ભાગી ગયો હતો.મહાદુના પરિવારે 108ને બોલાવી ખાનવેલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ગામમાંથી ફરાર થયેલ સુશીલ સીધો ખાનવેલ પોલીસમાં હાજર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો