તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સેલવાસ પાલિકા સભ્યએ વિધવા પેન્શનમાં વધારો કરવા માગ કરી

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 હજાર કરવા કલેક્ટરને લેખિત રજુઆત

સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્યએ દાનહમાં કોરોના કાળમાં અસંખ્ય નવપરિણીત બહેનો વિધવા થઇ ગઈ હોય તેઓને તાત્કાલિક વિધવા પેન્શનનો લાભ આપી વૃદ્ધા પેન્શનમાં જેરીતે એપ્રિલ મહિનાથી એક હજારથી વધારી દોઢ હજાર અને બે હજાર કરવામાં આવ્યુ તે રીતે પ્રસાશન દ્વારા વિધવા પેન્શનમાં પણ વધારો કરી બે હજાર કરવામાં આવે અને પરિવારને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વળતર આપવા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.

પાલિકા સભ્ય સુમન પટેલે કલેક્ટરને જણાવ્યુ કે, કોરોનાને કારણે સેંકડો લોકોના મોત થયા છે.એના કારણે મોટી સંખ્યામા નવયુવાન લોકો મરી ગયા છે જેના કારણે નવજુવાન બહેનો વિધવા થઇ ગઈ છે.તેઓને પોતાનો પરિવાર ચલાવવા માટે તકલીફ પડી રહી છે.આવી તમામ વિધવા બહેનોને જલ્દીથી જલદી વિધવા પેન્શનનો લાભ આપી પેન્સનમાં વધારો કરી બે હજાર રૂપિયા કરવામાં આવે એવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...