સેલવાસના મદરેસામાં દુષ્કર્મ:મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, પીડિતાના સેમ્પલો ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલ્યા

સેલવાસ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મદ્રેસામાં બીજી 35 અન્ય છોકરીઓ પણ ભણે છે

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલા મદ્રેસામાં મૌલાના સામે સગીરા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મદ્રેસામાં અન્ય 35 છોકરીઓ પણ ભણતી હોવાનું સામે આવ્યું છે. પીડિતાના સેમ્પલો ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલાયા છે.

મંગળવારે સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલા મદ્રેસામાં રહેતી એક કિશોરીએ તારિક મૌલાના પર આરોપ લાવ્યો હતો કે, એણે એની સાથે દુષ્કર્મ કર્યું છે. જેની જાણ તેણીએ પોતાના માતા પિતાને કરી હતી. મંગળવારે આ મામલો સેલવાસ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ તારિક મૌલાના વિરુધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે. સૂત્રો પાસે મળેલી જાણકારી મુજબ મેડિકલ રિપોર્ટ હજુ ક્લિયર નથી. તમામ પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

મારો પતિ ગુનેગાર હશે તો હું તલાક આપીશ
સમગ્ર સંઘપ્રદેશમાં ચક્ચાર જગાવનારા મદ્રેશામાં મૌલાના સામે સગીરા સાથે દુષ્કર્મના આરોપ બાદ મૌલાનાની પત્નીએ જણાવ્યું છે કે જો મારો પતિ ગુનેગાર સાબિત થશે તો હું એને તલાક આપી દઇશ.

મદ્રેસાની અન્ય કિસોરીઓની પણ પુછપરછ
બાવીસા ફળિયા ખાતે આવેલ તારિક મૌલાના મદ્રેસામાં સીસીટીવી લગાવાયા છે તેની તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે. હજુ સુધી કોઈ વાંધા જનક ફૂટેજ મળ્યા ન હોવાની જાણકારી મળી રહી છે બીજી તરફ આ મદ્રેસામાં બીજી 35 કિશોરીઓ પણ ભણતી હોય તમામ લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે.

મદ્રેસામાં દિકરીને મળવા દીધી ન હતી
ગત મંગળવારે મારી દીકરી નો ફોન આવ્યો હતો કે મારી તબિયત ખરાબ છે તમે આવો, ત્યારે હું મદ્રેસા પર પહોંચી મને મારી દીકરીને સીધું મળવા ન દીધું પછી હું ઉપર ગઈ અને દીકરીને મળી એણે મને જણાવ્યું કે મૌલાના એ મારી સાથે દુષ્કર્મ કર્યું છે ત્યારબાદ અમે પોલીસ પાસે ગયા હતા આ મદ્રેસામાં બીજી અન્ય બંગાળની છોકરીઓ પણ ભણે છે મારી દીકરી ગત 4 વર્ષી અહીંયા ભણતી હતી.- પીડિતાની માતા, સેલવાસ

અન્ય સમાચારો પણ છે...