તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સેલવાસમાં પાલિકાની કચરા ગાડીએ કાર-રિક્ષાને ટક્કર મારી

સેલવાસ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલકે સ્ટેઇરીંગ પરનો કાબૂ ગુમાવતા બનેલી ઘટના

સેલવાસ એસટી ડેપો નજીક ટર્નિંગ પર અર્ટિગા કાર અને રિક્ષાને પાછળથી નગરપાલિકાની કચરા ઉચકવાવાળી ગાડીએ ટક્કર મારતા કાર અને રિક્ષાને નુકસાન થયુ હતુ.સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકાની ગાડીના ડ્રાઇવર ટ્રાફિક નિયમોનો સદંતર ભંગ કરતા જોવા મળે છે અને એમના તેવરો પણ મોટા અધિકારીઓથી ઓછા નથી જોવા મળે છે, કેટલીક વખત તો રોંગ સાઈડ પર આવી કચરો ઉઠાવે છે જેને કારણે બીજા વાહનચાલકોને પણ તકલીફ પડે છે.

આ ઘટનામાં પાલિકાની વાહનની સમય પર બ્રેક ન લાગવાને કારણે કાર અને રિક્ષાને ટક્કર લાગી હતી જેમાં રિક્ષા અને કારને ઘણુ નુકસાન થયુ હતુ.આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોચી પાલિકાની ગાડી,કાર અને રિક્ષા ડિટેઇન કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો