કાર્યવાહી:દાનહના દાદરામાં દારૂ ભરેલી કાર વીજ પોલ સાથે અથડાઇ

સેલવાસ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ ચાલક છૂ, એકસાઇઝે દારૂ કબજે લીધો

દાનહના દાદરા ગામે સેલવાસ તરફથી આવતી કારના ચાલકે કારને વીજપોલ સાથે અથડાવી ભાગી જતા કારમાંથી દારૂ મળી આવ્યો હતો.આ કારમાં ચાલક સાથે એક મહિલા પણ હતી જે પણ ભાગી ગઇ હતી. સેલવાસ તરફથી દાદરા ગામે મોડીરાત્રે એક કારના ચાલકે નશાની હાલતમાં જલારામ મંદિર નજીક ઇલેક્ટ્રીક પોલ સાથે ધડાકા ભેર કાર અથડાવી હતી.

આ અકસ્માતથી આજુબાજુના વિસ્તારની લાઈટો ડૂલ થઇ ગઇ હતી.આ અકસ્માતને જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસની ટીમ પણ આવી પહોચી હતી. લોકોનું ટોળુ જોતા કારચાલક સાથે એક મહિલા હતી. જે તકનો લાભ ઉઠાવી ભાગી ગઈ હતી. પોલીસે ગાડીની તપાસ કરી તો એમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.દાદરા પોલીસે ચાલાક અને ગાડીનો કબ્જો લઇ પોલીસ સ્ટેશન પર લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...