તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સેલવાસમાં 27 બુલેટના મોડિફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવાયું

સેલવાસએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વધુ અવાજ કરનારા બુલેટ ચાલકો સામે કાર્યવાહી

સેલવાસમાં શનિવારે ટ્રાફિક પોલીસે બુલેટ સહિત અન્ય બાઇકોમાં વધુ અવાજ કરનારા સાયલન્સરનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો. 27 બુલેટ કબજે કરીને તેમના સાયલન્સર કાઢીને તેના ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરાયા હતા આ ઉપરાંત 6 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.દાનહ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસપી હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશમાં નિયત કરતાં વધુ અવાજ કરતી મોટરસાયકલ અને બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જેઓને આરટીઓના મેમો આપવામાં આવ્યો હતો. કુલ 27 બાઇક સવારોને છ હજારનો દંડ કરાયો હતો. બાઇકમાં મોડીફાઇડ કરેલા સાયલેન્સરોને કબજે લેવામાં આવ્યા હતા. શનિવારે ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ નરેશ પટેલની અઘ્યક્ષતામાં આ કબજે કરેલ સાયલેન્સરોને ડિસ્ટ્રોઈ કરવામાં આવ્યા હતા. વધુમાં એમણે જણાવ્યુ કે, મોડીફાઇડ કરેલ સાયલેન્સરોને કારણે બજારમા ફરતા મહિલાઓ અને બાળકોમાં જોરદાર અવાજને કારણે ડરનો માહોલ રહેતો હતો.

જેને કારણે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભવિષ્યમાં પણ જો આવા અવાજ કરતા બાઇકો કે બુલેટ સવારો પકડાશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. જોકે, ટ્રાફિક વિભાગે બાઈકના ગેરેજ સંચાલકોને આ વિશે જાણકારી આપવી જઈએ જેથી કરી બાઇક મોડિફાય કરાવવા આવતા લોકોને સમજાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો