સંક્રમણ વધ્યું:દમણમાં વધુ 9, સેલવાસમાં 8 કોરોના પોઝિટિવ

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રશાસનની શનિ-રવિ જમ્પોર બીચ બંધ કરવાની જાહેરાત

પર્યટન સ્થળ દમણ અને દાનહમાં પણ હાલ કોરોના સંક્રમણે માથું ઊંચક્યું છે. શુક્રવારે દમણમાં વધુ 9 કેસ જ્યારે દાનહમાં 8 કેસ નોંધાતા પ્રશાસને બોર્ડ ઉપરથી પ્રવેશનારાઓનું સઘન ચેકિંગ કરવાની માગ ઉઠી છે.દમણમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 40 થઇ છે જ્યારે દાનહમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 26 થઇ છે.

સંઘપ્રદેશ દમણમાં શુક્રવારે કોરોનાના નવા 9 કેસો સામે આવ્યા છે. જેથી હાલ દમણમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સ્ખ્યા 40 સુધી પહોંચી છે. જેને લઇ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને મોટી દમણ જમ્પોર બીચને શનિ અને રવિવાર માટે બંધ કરી દેવાયા છે. જ્યારે દમણમાં કુલ 16 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દમણમાં અગાઉથી જ રાતના 11થી સવારે છ સુધી કર્ફ્યુ લદાયો હતો. જોકે કોરોનાના કેસો વધતા જ પર્યટન સ્થળો બંધ કરવાનો વારો આવી રહ્યો છે. શુક્રવારે દાનહમાં પણ નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જે સાથે પ્રદેશમાં હાલમાં સક્રિય કેસ 26 છે. આજે અહીં આરટીપીસીઆરના 683 નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 8નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રેપિડ એન્ટિજનના 186 ટેસ્ટ કરાયા હતા જેમાંથી કોઇ પણ પોઝિટિવ આવ્યો ન હતો.આ સાથે દાનહમાં 8 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીન 3414લોકોને આપવામાં આવી હતી.

પ્રદેશમાં પ્રથમ ડોઝ 428222અને બીજો ડોઝ 294410વ્યક્તિઓને અત્યાર સુધીમાં આપવામાં આવ્યો છે જે સાથે કુલ 722632 લોકોનું વૅક્સિનેશન થઇ ચુક્યું છે. એક તરફ સંઘપ્રદેશમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આવા સંજોગોમાં પ્રશાસક પ્રફુલ પટેલનો દાદરા નગર હવેલીની ત્રણ દિવસની મુલાકાતનો કાર્યક્રમ નક્કી કરાયો છે. તેઓ અહીં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા સંજોગોમાં તેઓ સ્થાનિક ભાજપના નેતાઓને અળગા રાખે તે જરૂરી છે અન્યથા સંક્રમણ ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...