રજૂઆત:ક્રિષ્ના કંપનીનાં 70 કામદારો 6 મહિનાથી પગારથી વંચિત

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહ સામરવરણી ખાતે આવેલી ક્રિષ્ના કંપનીમાં કામ કરતા અને કૃષ્ણા કોલોનીમાં રહેતા 70 વર્કરોને છ મહિનાથી પગાર ન મળતા આરડીસી અને લેબર ઓફિસમાં રજુઆત કરી હતી. કામદારોના જણાવ્યા મુજબ કંપની સંચાલક દ્વારા છેલ્લા છ મહિનાથી પગાર આપવામાં આવતો નથી અને છેલ્લા બે મહિનાથી તો કંપનીની રૂમમાં લાઈટ અને પાણી કનેકશન પણ કાપી નાખ્યા છે જેના કારણે ઘણી તકલીફો પડી રહી છે.વર્કરોએ આરડીસીને જણાવ્યુ કે,ગત જુલાઈ માસમાં પણ આ મુદ્દે લેખિત રજુઆત કરી હતી છતા કોઈ ઉકેલ આવેલો નથી તો કોઈ અધિકારીને મોકલાવી અહીંની પરિસ્થિતિ અંગે જાતે જ નિરીક્ષણ કરી હાલમા જરૂરી ચીજ વસ્તુ પાવર અને પાણીની વ્યવસ્થા કરી આપવા અને પગારનો મુદ્દો ઉકેલવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...