તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેલવાસમાં પોલીસ સાથે ઘર્ષણ કેસમાંં 7 ની ધરપકડ, ડેલકર સમર્થકોને બે દિવસના રિમાન્ડ

સેલવાસ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સેલવાસ પંચાયત માર્કેટ પાસે ગત 4 એપ્રિલે ઇન્દિરા નગરના સ્થાનિકોએ સાંસદ સ્વ.મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો જે દરમ્યાન કેટલાક લોકો દ્વારા પુતળાદહનનો પ્રયાસ કરતા તેને અટકાવવા ગયેલીપોલીસ સાથે ધક્કામુક્કી અને ઝપાઝપી થઇ હતી. જેમાં એસડીપીઓએ એક યુવાનને અટકાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક મહિલાઓ અને લોકટોળાએ ઘેરાવ કરી દીધો હતો.ત્યાંથી એસડીપીઓ પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન પર પહોચ્યા હતા બાદમાં ડેલકર સમર્થકો દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ઘુસી જઈ ધમાચકડી મચાવી હતી.

આ બનાવમાં સાત ડેલકર સમર્થકો સામે ફરિયાદ ગુનો નોંધ્યા બાદ ઇસ્લામ અલી,સ્વસ્તીક ચક્રવર્તી,પાયલ સરકાર,ગૌરાંગ સુરમા,સુષ્માં સીંગ,મયુર ચૌહાણ અને અગ્નિલ કુટીનોની ધરપકડ કરાતા ડેલકર સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલિસે આ તમામને કોર્ટમાં રજુ કરતા તેઓને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કાર્યવાહીને લઇ ડેલકર સમર્થકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો