તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:દાનહમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા, દમણમાં શૂન્ય

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંઘપ્રદેશમાં સક્રિય કેસની સંખ્યા 38

દાદરા નગર હવેલીમાં મંગળવારે કોરોના પોઝિટિવના નવા 6 કેસ નોંધાયા હતા.પ્રદેશમાં હાલમાં 31 કેસ સક્રિય છે.અત્યાર સુધીમાં દાનહમાં 5819 કેસ રિકવર થઇ ચુક્યા છે તો ત્રણ વ્યક્તિનું મોત થયુ હોવાનો પ્રશાસનનો દાવો છે.આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 237 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 5 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે રેપિડ એન્ટિજનના 1450 ટેસ્ટ માંથી 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ સાથે પ્રદેશમાં 5 કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા હતા. આજે 6852 લોકોનું વેક્સિનેશન થયું હતું જે સાથે પ્રદેશમાં કુલ 248062 લોકોનું વૅક્સિનેશન થઇ ચુક્યું છે. બીજી તરફ સંઘપ્રદેશ દમણમાં સતત બીજા દિવસે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. આરોગ્ય વિભાગે 544 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા જે પૈકી એકપણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. જ્યારે મંગળવારે 2 દર્દી રીકવર થતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 7 ઉપર આવી છે.

અન્ય સમાચારો પણ છે...