તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાનહ સુરંગીની સનાતન કંપનીમાં 1 લાખના કોપર વાયરની ચોરીમાં 6 ઇસમની ધરપકડ

સેલવાસ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ફૂટેજ આધારે ચોરી કરનારા અને ચોરીનો માલ ખરીદનારા મુદ્દામાલ સાથે ઝડપાયા

દાનહ પોલીસ દ્વારા સુરંગી ગામે આવેલી સનાતન કંપનીમાં ગત 30ઓગસ્ટના રોજ બે અજાણ્યા વ્યક્તિઓ કંપનીમાં ઘુસી કોપર વાયરની ચોરી કરી રહ્યા હોવાની ઘટના સીસીટીવીમા કેદ થઇ હતી. પોલીસે આ કેસનો ગુનો નોંધી સીસીટીવીના ફુટેજ આધારે બે વ્યક્તિઓ જોવા મળેલા તેઓમાં નવીન શ્રવણ ઢંગડા રહેવાસી સાવરપાડા સુરંગી.વિશાલ કુર્શન દાવરીયા રહેવાસી ચીખલી તેમની પૂછપરછ કરતા તેઓ સાથે બીજા બે વ્યક્તિ મુકેશ શ્રવણ ઢંગડા અને સંતોષ ઉર્ફે ચટાઈ અરવિંદ ઢંગડા સાથે મનીષ કિશોર પટેલ રહેવાસી સાવરપાડા સુરંગી જેઓ પણ આ ચોરીમા સામેલ હોવાનુ જણાવ્યું હતું.

આ ત્રણ આરોપીઓ કંપની પરિસરની સાઈડ પર દીવાલની બાજુમાં રાહ જોઈને ઉભા હતા.બાદમાં 43કિલો કોપર કેબલને ફોરેસ્ટની જગ્યા પર સળગાવી દીધાં હતાં. એની સાથે બીજા કેબલને ખડોલી ગામના ભંગારનો ધંધો કરનાર લાલજી રામપ્રિત ચૌધરી હાલ રહેવાસી ખડોલી નવાપાડા મૂળ રહેવાસી સિદ્ધાર્થ નગર યુપી.જેઓને કોપર વેચવામાં આવ્યો હતો. ચોરી કરનાર પાંચ આરોપી સાથે માલ ખરીદનાર મળી કુલ છ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો. આરોપીઓને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...