તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સેલવાસમાં ડોમિસાઈલ સર્ટી માટે બોગસ દસ્તાવેજ બનાવનાર-રજુ કરનાર 5 ઝડપાયા

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્ટી માટે આવેલી પાંચ અરજીમાં જોડેલા ઈલેક્શન કાર્ડની તારીખમાં ચેડા કરાયા હતાં
  • આરોપી દલાલ અને ડીટીપી ઓપરેટર પણ સકંજામાં, બે સગીરને જવાબ માટે બોલાવ્યા

સેલવાસ મામલતદારમાં ડોમિસાઈલ સર્ટી માટે જરૂરી દસ્તાવેજ સાથે છેડછાડ કરી ખોટા દસ્તાવેજો રૂજ કરનાર પાંચ પૈકી 3 અને ખોટા દસ્તાવેજ બનાવી આપનાર દલાલ અને ડીટીપી ઓપરેટરની પોલીસે ધરપકડ કરી છે.

સંઘ પ્રદેશમાં મહેસુલી વિભાગ દ્વારા પાંચ પ્રકારના પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે જેમાં મહત્વપૂર્ણ પ્રમાણપત્ર ડોમિસાઇલ છે.મામલતદાર કાર્યાલયના ધ્યાનમાં આવ્યું કે ડોમિસાઈલ પ્રમાણપત્ર માટે પાંચ અરજી આવી હતી. જેમાં અરજી કરનારોઓએ જે દસ્તાવેજો ઓફિસમાં જમા કરાવેલા એમાં ઈલેક્શન કાર્ડની તારીખમાં છેડછાડ કરી તારીખ બદલી વર્ષ 2014ની જગ્યાએ 2010કરી દેવામાં આવી હતી.

તપાસમાં જાણકારી મળી કે, મસાટમાં સ્પ્રિંગ સીટી સોસાયટીમાં રહેતા એક દલાલે આ કામ લીધું હતું અને આશ્વાસન આપ્યું હતું કે, ડોમીસાઈલ પ્રમાણપત્ર બનાવી આપીશ. એના માટે અડધી રકમ લઇ લીધી હતી અને બીજી અડધી રકમ કામ પુરુ થયા બાદ આપવાની વાત કરી હતી. તપાસ દરમિયાન એ પણ ખબર પડી કે, દસ્તાવેજો સાથે ચેડા કરવાનું ટેકનિકલ કામ આદિવાસી ભવનના સામે ડીટીપી શોપમાં કરવામાં આવે છે.જેથી મામલતદાર ઓફિસ દ્વારા પોલીસ વિભાગને ફરિયાદ નોંધાવતા સબંધિત વ્યક્તિ અને અરજી કરનાર તથા દલાલની પોલીસે ધરપકડ કરી હતી. 5 અરજદારો પૈકી 2 સગીર હોવાથી તેઓને જવાબ લેવા બોલાવામાં આવ્યા છે. તપાસમાં પોલીસે એક લેપટોપ અને અન્ય દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રમાણપત્રો માટે સીધો કચેરીનો સંપર્ક કરો
ડોમિસાઈલ પ્રમાણપત્ર અને અન્ય કોઈપણ કામ માટે સીધા મામલતદાર કચેરીનો સંપર્ક કરે, ખોટા કામ કરનાર અસામાજિક તત્વોનો સંપર્ક ન કરે. નહિ તો અરજી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. > ટી.એસ.શર્મા, મામલતદાર,સેલવાસ

અન્ય સમાચારો પણ છે...