તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:દાનહમાં 47 અને દમણમાં કોરોનાના 31 પોઝિટિવ કેસ

સેલવાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દાદરા નગર હવેલીમાં નવા 47 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 651 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 4883 કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 203 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 24 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. અને રેપિડ એન્ટિજન 3416 નમૂના લેવામા આવેલ જેમાંથી 23 રિપોર્ટ પોઝીટીવ આવ્યા ટોટલ 47 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 61 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે.

બીજી તરફ દમણમાં ગુરૂવારે 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે 50 દર્દી રિકવર થયા હતાં. હાલમાં દમણમાં 401 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં દમણમાં કોરોનાથી માત્ર એક વ્યક્તિનું મોત થયું હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. આમ દમણ અને દાનહ મળી ગુરૂવારે 78 કેસ કોરોના પોઝિટિવના નોંધાય છે. જેની સામે રિકવરી રેટ પણ વધી રહ્યો હોય પ્રશાસને થોડી રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...