તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાનહમાં બિલ્ડીંગ મટીરીયલ ચોરનારા 4 આરોપીની ધરપકડ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસ પોલીસે 3.20 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

દાનહના નાગજુઆ ડેવલોપર બિલ્ડીંગ સાઈડ પરથી બિલ્ડીંગ મટીરીયલની ચોરીની ફરિયાદ ગૌરવ સંતોષ મુરારકાએ સેલવાસ પોલીસ સ્ટેશનમા નોંધાવી હતી જેના આધારે દાનહ પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમે પેટ્રોલીંગ દરમ્યાન રીંગરોડ નજીક શંકાસ્પદ ટાટા 407 ટેમ્પો નંબર ડીએન-09-8798 જોવા મળતા એની તપાસ કરતા એની અંદર બિલ્ડીંગ મટિરિયલનો સામાન જોવા મળ્યો હતો ટેમ્પો ચાલક પાસે સામાનનુ બીલ માંગતા ના આપતા અને ગલ્લાતલ્લા કરતા ટેમ્પો અને ડ્રાઈવરની ધરપકડ કરવામા આવી હતી એની પૂછપરછ કરતા બિલ્ડીંગ મટીરીયલનો સામાન ચોરીનો ગુનો કબુલ કર્યો હતો.

એમની સાથે બીજા લોકો પણ સામેલ હોવાનુ સામે આવતા ટોટલ ચાર આરોપી વિકાસ પ્રભુનાથ પાંડે રહેવાસી સામરવરણી.ઝરુ નારણભાઇ પટેલ, દિપક ઝરૂ પટેલ, સંદીપ ધીરુ પટેલ રહેવાસી બોમ્બાપાડાની ધરપકડ કરી તેઓ પાસેથી ટેમ્પો સહિત 3.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો.આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...