તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાનહમાં 3 અને દમણમાં શૂન્ય કેસ, 3 દર્દી રિકવર

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં 6 કેસ હજુ એક્ટિવ, 5898 રિકવર

દાદરા નગર હવેલીમાં ગુરૂવારે કોરોના પોઝિટિવના નવા 3 કેસ નોંધાયા છે.પ્રદેશમાં હાલમાં 6 કેસ સક્રિય છે.અત્યાર સુધીમાં અહીં 5898 દર્દી રિકવર થઇ ચુક્યા છે તો પ્રશાસનના ચોપડે અત્યાર સુધીમાં માત્ર ત્રણ વ્યક્તિનું મોત થયેલું હોવાનું નોંધાયેલું છે.ગુરૂવારે પ્રદેશમાં આરટીપીસીઆરના 194નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાંથી 3 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે રેપિડ એન્ટિજન 340નમૂના લેવામાં આવેલા જેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

આજે 3 દર્દી રિકવર થતા રજા આપવામાં આવી હતી. તો પ્રદેશમાં 1કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામાં આવ્યું હતું.જ્યારે દમણમાં ગુરૂવારે કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...