સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુરૂવારે નવા 11 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે દમણ જિલ્લામાં 245 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 11 કેસ પોઝિટિવ આવ્યા હતા. બંને પ્રદેશમાં હાલમા 1633 સક્રિય કેસ છે, દાનહ પ્રદેશમાં આરટી પીસીઆરના 442 નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
જેમાથી 11 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.સેલવાસમાં 11 અને દમણમાં ગુરૂવારે વધુ ત્રણ જવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા જેમાં ડાભેલ આમલિયા સ્થિત વિનોદભાઇની ચાલી, દમણના મશાલ ચોક સ્થિત કિશોર ચાલ અને કચીગામ ફોર્ચ્યુન નેનો સમાવેશ થાય છે. આ દમણ જિલ્લામાં હાલમાં 24 કન્ટેનમેન્ટ ઝોન સક્રિય છે. દાનહમાં 08 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે જ્યારે દમણમાં 7 દર્દી કોરોના મુક્ત થતા ગુરૂવારે રજા આપવામા આવી હતી.
15થી 18 વર્ષના 473 યુવાને રસી અપાઇ
દમણમાં ગુરૂવારે 18 વર્ષથી વધુ ઉંમરની 202ને પ્રથમ અને 330ને બીજો ડોઝ અપાયો હતો જ્યારે 15થી 18 વર્ષના 437 યુવા વર્ગને વેક્સિન અપાઇ હતી. અત્યાર સુધીમાં 4 લાખ 74 હજારને વેક્સિનના કુલ ડોઝ અપાયા છે. જ્યારે દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ. જેમા આજે 2206 લોકોને વેક્સીન આપી છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 4,35,783અને બીજો ડોઝ 3, 03, 606 વ્યક્તિઓને અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.