તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:સેલવાસમાં 24 દિવસમાં 198 મૃતકોને અગ્નિદાહ, બે માસમાં કુલ 241ની અંતિમવિધિ

સેલવાસ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગત માર્ચ - એપ્રિલના બે મહિનામાં સેલવાસ મુક્તિધામમાં 241 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા હતાં. જેમાં એપ્રિલા માસમાં સૈથી વધુ 198 ને અગ્નિદાહ અપાયો હતો. આ મૃતકોમાં મોટાભાગના કોરોનાની સારવાર લેનારા દર્દી છે. સેલવાસમાં કોરોના સંક્રમણ ગત માર્ચ મહિનાના અંતથી શરૂ થયું હતું. માર્ચ મહિનામાં મુક્તિ ધામમાં 43 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાયો હતો. એજ પ્રમાણે એપ્રિલની 6 તારીખથી લઈ 30 તારીખ સુધીમાં 198ના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ અાકડાં ફક્ત સેલવાસ મુક્તિ ધામના છે. પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં અસંખ્ય લોકોના મોત થયા હતાં.

જેઓની પંચાયતમાં નોંધણી શુદ્ધા કરાવાઇ નથી. ગામડાના લોકો સરકારી દફતરે જતા પણ ડરી રહ્યા છે. મૃત્યનું પ્રમાણ પત્ર સેલવાસ ખાતે બે જગ્યાઓ પર મળે છે. એક ઘરે અથવા ખાનગી હોસ્પિટલમાં મરણ પામેલા લોકોનું મૃત્યુ પ્રમાણ પત્ર સેલવાસ પાલિકા આપે છે. તો અન્ય પટેલાદોમાં પંચાયત આપે છે.

તેમજ સેલવાસ સિવિલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ પત્ર સેલવાસ સિવિલ આપતી હોય છે. તમામની નોંધ મુક્તિધામ ખાતે હોય છે. મૃત્યુનો આંકડો વધે નહિં એને માટે કોરોના નિયમોનું પાલન કરવું હવે અનિવાર્ય બની ચૂક્યું છે. આમ સંઘપ્રદેશના મુક્તિધામમાં એપ્રિલમાં સૌથી વધુ લોકોને અગ્નિદાહ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો