તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાનહમાં 19 અને દમણમાં 8 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

સેલવાસ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નમો મેડીકલ કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓે ચપેટમાં

દાદરા નગર હવેલીમા નવા 19 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 94સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 1671કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા 380 નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 19 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.

04 દર્દીઓ રીકવર થતા રજા આપવામા આવી છે. પ્રદેશમા 15 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે.બીજી તરફ સંઘપ્રદેશ દમણમાં રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફયુ અને પર્યટન સ્થળ ઉપર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં પણ કોરોના કેસ અટકાવાનો નામ નથી લેતા રવિવારે દમણ જિલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

જ્યારે 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં હાલમાં 45 જેટલા એક્ટિવ કેસો હોવાથી તંત્ર ફરી એક વખત સાબદુ બન્યું છે. અત્યાર સુધીમાં કુલ 1427 દર્દીઓને રિકવર થતા રજા આપવમાં આવી છે. હોળી ધૂળેટીના પર્વ દરમિયાન લોકો સામાજીક અંતર અને માસની અવગણનાને લઇને આગામી દિવસોમાં સંધપ્રદેશ દમણ અને દાનહમાં કોરોના વધુ વકરી શકે એમ છે.

જોકે, રાહતના સમાચાર અત્યાર સુધી એ રહ્યા છેકે, સંઘપ્રદેશમાં માત્ર 2 દર્દીના કોરોનાથી મોત થયા છે. નમો મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વધુ વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ ન થાય તે માટે પગલા ભરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો