કોરોના અપડેટ:દમણમાં 18 અને દાનહમાં વધુ 16 કોરોના પોઝિટિવ

સેલવાસ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પ્રદેશમાં 35 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયા

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં મંગળવારે કોરોના પોઝિટિવના વધુ 34 કેસ નોંધાયા છે. હાલમાં બંને પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 222 ઉપર પહોંચી છે. દાનહમાં નવા 16 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 120 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5,986 કેસ રીકવર થઇ ચુક્યા છે. પ્રદેશમા આરટી પીસીઆરના 511 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 16 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો. રેપિડ એન્ટિજન 240 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં તમામ રીપોર્ટ નેગેટિવ રહ્યા હતા. 16 પ્રદેશમાં કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયુ છે. 12 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે.

દમણ જિલ્લામાં બુધવારે સ્વાસ્થય વિભાગ દ્વારા 295 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 18 નવા કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જ્યારે 12 દર્દી રીકવર થતાં રજા આપવામાં આવી હતી. હાલમાં પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 105 રહી છે. જ્યારે નવા ત્રણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેમાં મશાલ ચોક સ્થિત અશ્વિનભાઇની ચાલી, દિવાલી નગરમાં તપસ્વીન સાગર અને નાની દમણ સ્થિત સ્ટુડિયો પ્લાઝાનો સમાવેશ થાય છે. દમણમાં હાલમાં કોરોના સંક્રમણને રોકવા માટે 19 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.\nદાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામાં આવ્યુ હતુ. જેમા આજે 1, 426 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...