સચિવની મુલાકાત:દાનહ અને દમણના યુક્રેનથી પરત 15 છાત્રોને આગળના અભ્યાસની ચિંતા

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વાસ્થ્ય સચિવ મંત્રાલય સાથે વત કરવાનું આશ્વાશન

દાનહ અને દમણ દીવ ભાજપા પ્રદેશ પ્રમુખની અઘ્યક્ષતામાં પ્રતિનિધિમંડળે સ્વાસ્થ્ય સચિવ સાથે મુલાકાત કરી પ્રદેશમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને આગળ ભણવાને લઇ ચિંતા વ્યક્ત કરી હતી અને એક આવેદન પત્ર આપ્યું હતું.બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓના આગળના અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી માગ કરી હતી.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ત્યાંથી દાનહના 4,દમણના 7અને દીવના 4મળી કુલ 15વિદ્યાર્થીને સકુશળ ભારત પરત લાવવામાં આવ્યાં હતાં.યુક્રેનથી પરત આવેલા આ વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે મોટી સમસ્યા ઉભી થઇ છે જેને લઇ વિદ્યાર્થીઓએ ભાજપા પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલના નેતૃત્વમાં ડો.સેલના ડો.બિજલ કાપડિયા,દમણ દીવ માજી પ્રમુખ બી.એમ.માછી, સ્વાસ્થ્ય સચિવ ડો.એ મૂથમ્મા સાથે મુલાકાત કરી આવેદન પત્ર આપ્યુ હતું જેમાં પ્રતિનિધિ મંડળે યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓની આગળનું ભણતર માટે વ્યવસ્થા કરવાની માંગ કરી.

સ્વાસ્થ્ય સચિવે પણ આશ્વાશન આપ્યુ કે, જલ્દી આ સંદર્ભે ભારત સરકારના સબંધિત મંત્રાલય સાથે વાતચીત કરશે અને આવનાર ગાઇડલાઇન મુજબ આ બાળકોના ભણતરની વ્યવસ્થા અંગેની જાણકારી આપશે. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના બાળકના ભવિષ્યને લઇને હવે ચિંતા સતાવી રહી છે. જે સંદર્ભે આજે સ્વાસ્થ્ય સચિવની મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...