તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાનહમાં 15- દમણમાં 46 કોરોના પોઝિટિવ કેસ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવારે દાદરા નગર હવેલીમાં નવા 15 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 816સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 4562કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા આરટીપીસીઆરના 27 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 04 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો.અને રેપિડ એન્ટિજન 792 નમૂના લેવામાં આવેલ જેમાંથી 11 રિપોર્ટ પોઝિટિવ આવ્યા ટોટલ 15 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

138 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે. પ્રદેશમાં 13 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિનોબા ભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ અને પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં સોમવારે 404 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

પ્રદેશમા ટોટલ 49504લોકોને વેક્સીન આપી છે. બીજી તરફ દમણ સોમવારે 46 કોરોના પોઝિટિવિ કેસ નોંધાયા હતા. જેની સામે 49 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. અહીં હાલમાં 435 કેસ સક્રિય છે. અને એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...