તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:પગ લપસતા પારડી પંચલાઇ નહેરમાં ડૂબતા યુવકનું મોત, નહેરનાં કચરામાં અટકેલો મૃતદેહ મળ્યો

પારડી17 દિવસ પહેલા
 • કૉપી લિંક

પારડી તાલુકાના પંચલાઇ ગામે માધવા ફળિયા ખાતે રહેતો પરિણીત યુવાન દિલીપભાઈ લલ્લુભાઈ પટેલ ઉંમર વર્ષ 35નો મૃતદેહ સોમવારે કોળીવાડ ખાતે મધુબંધની મોટી નહેરના પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે આજુબાજુના લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પારડી પોલીસને જાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઇ પારડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ આવ્યા હતા.જ્યાં પીએમ કરાવી પરિવારને લાશનો કબજો સોંપવામાં આવ્યો હતો. દિલીપભાઈ પટેલ નહેરના પાણીમાં ઉતરવા જતા અકસ્માતે પગ લપસી જતાં ડૂબી ગયા હોવાનું તારણ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. સદનસીબે કોળીવાડ ખાતે નહેરના પાણીમાં એકત્ર થયેલા કચરામાં મૃતદેહ અટકી જતા મળી આવ્યો હતો. દિલીપભાઈના સંતાનમાં એક બાળક છે જેમના ઘરમાં કમાનાર દિલીપભાઈ એકલાજ હતા જેમના મોતને લઈ પરિવારમાં ભારે શોકની કાલિમાં છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો