તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એડવોકેટ લખેલી કારમાંથી દારૂ સાથે યુવકની ધરપકડ, પારડીના કલસર ચેકપોસ્ટની ઘટના, યુવક પાસેથી 3200નો દારૂ મળી આવ્યો

પારડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પર એડવોકેટ લખેલી કારને અટકાવી ચકાસણી કરતા અંદરથી દારૂ મળી આવ્યો હતો. પારડી પોલીસની ટીમે કલસર ચેકપોસ્ટ આગળ એડવોકેટનું સ્ટીકર લાગેલી વેગેનાર કાર નંબર GJ19AM7112 ને અટકાવી હતી અને આ કારની તલાશી લેતા કારમાંથી મેજીક મુમેન્ટ વોડકા વિસ્કી ની બાટલી નંગ 4 અને ટેગ બીયર નંગ 12 જેની કિંમત રૂ 3200નો દારૂ મળી આવતા કાર ચાલક સુભમ જગદીશભાઈ હાસોટી રહે સુરત માંગરોળ કોસંબા તરસાડી પાસે દારૂ લઈ જવાની પાસપરમીટ માંગી હતી

જે આપી ન શકતા પારડી પોલીસે સુભમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મહત્વની વાત એ છે કે આ કારના આગળ પાછળ ના બંને કાચ ઉપર એડવોકેટ લખેલું સ્ટિકર મળી આવ્યું છે આકાર ખરેખર કોઈ એડવોકેટની છે કે કેમ અને આ કાર ચાલક શું એડવોકેટના વ્યવસાય જોડે સંકળાયેલો છે કે કેમ જેવા સવાલો હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. હાલ પારડી પોલીસે તો 3200નો દારૂ અને 1 લાખ મૂલ્યની કાર કબ્જે લઈ કાર ચાલકની કાયદેસર ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...