પારડી પોલીસ મથકમાં સમાવિષ્ટ શહેર અને 53 ગામોમાં છેલ્લા થોડા સમયથી વસ્તીનો સતત વધારો થયો છે. વસ્તી વધારા ના સાથે ક્રાઈમ રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેની સામે પારડી પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ની અછત વર્તાઈ રહી હતી.
પારડી ધારાસભ્ય અને હાલના ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ રાજ્ય સરકાર ને પારડી પોલીસ મથકમાં પી.આઈનું પોસ્ટિંગ આપવા તથા સ્ટાફ વધારવા માટે દરખાસ્ત કરી હતી તાજેતરમાં સરકારે આ દરખાસ્તને મંજૂરી આપતા પારડી પોલીસ મથકમાં અગાઉ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ગયેલા અને આ વિસ્તારથી સંપૂર્ણ પણે વાકેફ એવા યુવા પી.આઈ તરીકે સુરતથી મયુર પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
પારડી શહેર અને 53 ગામોની 2 લાખ થી વધુ વસતી વચ્ચે કાયદો વ્યવ્સ્થાની પરિસ્થિતી હવે પી.આઈ અને બે પી.એસ.આઈ સંભાળશે. પીઆઇની પોસ્ટીંગ તથા 2 પીએસઆઇથી કામની વહેંચણી થતાં તાલુકાના લોકોને કાયદો અને વ્યવસ્થાની રીતે સાચો અને સારી રીતે ન્યાય મળી શકશે. જોકે પારડી પોલીસ મથકે કર્મચારીઓનીની ઘટ છે તો નવા ASI કે કોન્સટેબલ મૂકવામાં આવે તો નાના કર્મચારીઓનું પણ કામનું ભારણ ઘટશે તેવું લોકોનું માનવું છે.
સંઘ પ્રદેશની બોર્ડર હોવાથી પોલીસ માટે પડકાર
પારડી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ વધવાની સાથે સંઘ પ્રદેશ ની પણ બોર્ડર જોડાયેલી હોવાથી કામગીરીનું ભારણ વધુ રહે છે.પાતળિયા ચેકપોસ્ટ અને નેશનલ હાઇવે ના બગવાડા ટોલ બુથ ખાતે પોલીસ ની તૈનાત કરવામાં આવે છે. જેના કારણે પોલીસ એલર્ટ રહેવું પડે છે.સંઘ પ્રદેશ થી ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં આવતો હોય છે.જેની અટકાવવાની પણ પોલીસની જવાબદારી હોય છે.આમ પોલીસ માટે સરહદી વિસ્તાર પડકાર રૂપ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.