અપરાધ:જમવામાં કેરી કાપવા મુદ્દે બોલાચાલી માઠુ લાગી આવતા પત્નીએ ઝેર પીધું, મોહનદયાળ હોસ્પિટલ લાવી દાખલ

પારડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી તાલુકાના કીકરલાગામે પટેલ ફળિયામાં રાજેશભાઈ દોલતભાઈ ભંડારી તેની પત્ની નેહાબેન ઉવ 31 અને તેમના બે સંતાનો સાથે રહે છે. અને વાપી આલોક કંપનીમાં નોકરી કરે છે. ગત શુક્રવારના રોજ રાજેશભાઈ નોકરી ઉપરથી છૂટી ઘરે આવ્યા હતા અને આઠેક વાગ્યે પત્ની અને તેમના બે સંતાનો સાથે જમવા બેઠા હતા જમવા દરમિયાન રાજેશભાઈએ તેની પત્ની નેહાને જમવામાં કેરી કાપી આપવા જણાવ્યુ હતું જે સામે પત્ની નેહાબેને કેરી કાપી આપવાની ના કહેતા બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીમાં મન દુખ થતાં નેહાબેને અનાજમાં નાંખવાની જંતુનાશક દવા પી ગઈ હતી નેહાબેનને તાત્કાલિક સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ લાવી દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે પારડી પોલીસ મથકે રાજેશભાઈએ જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...