તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લગ્નમાં શૂટ-બુટ કેમ ન પહેર્યા કહેતા મન દુઃખ થતાં ટુકવાડાના આધેડે ફાંસો ખાધો

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવારે શૂટ-બૂટ માટે પુચ્છતા લગ્ન છોડી ઘરે આવી પગલું ભર્યું

લગ્ન પ્રસંગમાં શૂટ સાથે બુટ પહેરવા જેવી નજીવી બાબતે મનદુ:ખ થતા ટૂકવાડાના આધેડે ફાંસો ખાય લીધો હતો. ટુકવાડાગામે બાવરી મોરા ફળીયા ખાતે રહેતા રમેશ ભીખુભાઈ આહિર ઉવ 52ની સાળીના દીકરાનો લગ્ન પ્રસંગ હતો. જેને લઇ ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્ન પ્રસંગમાં પહેરવા માટે રમેશભાઈ માટે પણ શૂટ અને ચામડાના બુટ ખરીદી કર્યા હતા. પરિવાર લગ્નના આગલા દિવસથી જ સંજાણ ખાતે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને મંગળવારે રમેશભાઈ ટુકવાડાથી લગ્ન પ્રસંગમાં સંજાણ ગયા.

જ્યાં તેઓ શૂટ- બૂટ પહેરી ન હોય અને ફોર્મલ કપડામાં રમેશભાઈને જોઈ પરિવારે કપડાં અંગે પુછ્યા બાદ છેલ્લે બુટ પહેરવા કહ્યું હતું પરંતુ રમેશભાઈ લગ્ન પ્રસંગ છોડી પોતાના ઘરે આવી ગયા હતા. જે બાદ ઘરે ચાલતી દુકાનના પાછળ રૂમમાં એંગલ પર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.લગ્ન પ્રસંગ પતાવી પરિવારના સભ્યો ઘરે આવતા ફાંસો ખાધેલી હાલતમાં રમેશ ભાઈને જોઇ ગભરાઈ ગયા હતા જેની પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ ઓરવાડ પીએચસી માં પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ પણ દવા પી જીવન ટુકાવવાનો પ્રયાસ કર્યો હતો
રમેશભાઈનો ઉગ્ર સ્વભાવ હતો જેને લઇ તેમણે દસ-પંદર વર્ષ અગાઉ પણ કોઈ બાબતે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તાજેતરમાં ફરી કપડાં બાબતે મન દુઃખ થતા આપઘાતનું પગલુ ભરી લીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...