તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પારડીમાં 3 સલૂનમાં નિયમોનો ભંગ, 4 સંચાલક સામે કાર્યવાહી

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેકિંગમાં 6થી વધુ લોકો માસ્ક વિનાના હાજર હતા
  • હેન્ડ ગ્લોઝ વિના દાઢી-વાળ કાપવામાં આવતા હતા

પારડી શહેરમાં બપોર સુધી ચાલતી હેર કટિંગ સલૂનમાં કોવિડનાં નિયમોનાં ધજાગરા ઉડતા જોવા મળતા પારડી પોલીસે ત્રણ સલુનોનાં ચાર સંચાલકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો નોધતા ફફડાટ ફેલાઈ ગયો છે. કોવિડનાં નિયમોનું પાલન માટે પારડી પોલીસની ટીમ શહેરમાં ચેકિંગમાં નીકળી હતી ત્યારે ચાર રસ્તા બીઓબી બેંક સામે આવેલા સાંઈ હેર આર્ટ, ચીવલ રોડ મરી માતા મંદિર આગળ આવેલા બીસમીલ્લાહ હેર આર્ટ, તેમજ ચીવલ રોડ ભારત ઓપ્ટિક્લની બાજુમાં ચાલતી કિસ્મત હેર આર્ટમાં 6થી વધુ ભેગા મળી સોશિયલ ડિસ્ટનનો ભંગ થતો જોવા મળ્યો હતો .

તેમજ સલૂન સંચાલકે માસ્કન પહેર્યું ન હોય, હેંગ્લોસ વગર લોકોની દાઢી અને હેર કટિંગ કરતાં મળી આવતા ત્રણ સલૂનનાં ચાર સંચાલકો અલ્લારખુ ઉમરભાઈ ખલીફા રહે ચીવલ રોડ મરી માતા મંદિર સામે, બિપિન કૈલાશચંદ્ર યાજ્ઞિક રહે સબાના મેન્સન , વિનય કુંદન યાજ્ઞિક રહે દમણીઝાંપા ઈશ્વરભાઈની ચાલ તેમજ અખિલેશ હરિયા પ્રસાદ નાઈ રહે ચીવલરોડ કુંભારવાડ વિરુધ્ધ પારડી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ સરકાર અને વહીવટી તેમજ પોલીસ તંત્ર કોરોના સંક્રમણથી તમામ નાગરિકોને બચાવવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે કેટલાક નાગરિકો જ ખુલ્લેઆમ કોવિડનાં નિયમોનું ભંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...