તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લામાં ભાજપમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલાં જ ભાજપમાં કકળાટ શરૂ થયો છે. આ વખતે વલસાડ જિલ્લાની પારડી તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન બચુ પટેલની ટિકિટ કપાવાની સંભાવના લઈને બચુ પટેલ અને તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. બચુ પટેલે વલસાડ જિલ્લા ભાજપના સ્થાનિક સંગઠનથી નારાજ થઈ ભાજપના જ ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વલસાડ જિલ્લાની પારડી તાલુકા પંચાયતની ઉમરસાડી- 2 બેઠક પર તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન અને વર્ષોથી ભાજપના પીઢ આગેવાન એવા બચુ પટેલે ફરી એક વખત ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. સાથે જ તેમના ઉંમરના ક્રાઈટેરિયા પ્રમાણે 60 વર્ષથી વધુ ઉંમર થતાં તેઓએ તેમના પુત્રને પણ દાવેદાર બનાવી પુત્ર માટે પણ ટિકિટની માંગ કરી હતી. જોકે વલસાડ જિલ્લા ભાજપના આઇટી સેલના કન્વીનરે ભાજપના ઉમરસાડી બેઠકના સંભવિત ઉમેદવાર તરીકે ફેસબુક પર એક પોસ્ટ શેર કરતા જ હોબાળો મચી ગયો હતો.
પોતાની ટિકિટ કપાઈ હોવાનું માનીને બચુ પટેલ અને તેમના પુત્ર કૃણાલ પટેલે આજે પોતાના સમર્થકો સાથે પોતાના ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમરસાડી બેઠક પર આવતા વિવિધ સમાજના આગેવાનો અને તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સર્વ સંમતિથી તેમના ટેકેદારોએ બચુ પટેલને અપક્ષ ઉમેદવારી કરવા માટે આવાહન કર્યું હતું. બચુ પટેલ હવે ભાજપનાં ઉમેદવાર સામે ઉમરસાડી 2 બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરતાં જ વલસાડ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રથમ બનાવ નથી જ્યારે ભાજપમાં ટિકીટ માટે દાવેદારોમાં નારાજગી છે. આ અગાઉ કપરાડા તાલુકામાં પણ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે અને ભાજપના કાર્યકર્તાઓ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરતા જાહેરાત કરી ચૂક્યા છે. આમ ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થાય એ પહેલાં જ ભાજપમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થયો છે ત્યારે વર્ષોથી ઉમરસાડી અને આસપાસના ગામોમાં રાજકીય રીતે આગવું નામ અને છબી ધરાવતા એવા ભાજપનું મોટું માથું ગણાતા બચુ પટેલની ટિકિટ કપાતા હવે પાર્ટી સામે બંડ પોકારી અને અપક્ષ ઉમેદવારી ની જાહેરાત કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.