જાનહાની ટળી:પારડી હાઇવે સર્વિસ રોડ પર વૃક્ષની કદાવર ડાળી તૂટતા વાહનો અટવાયા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદનસીબે ડાળી તૂટવા સમયે કોઈ પસાર થતું ન હોય જાનહાની ટળી

પારડી દમણીઝાંપા નેશનલ હાઇવે નંબર 48 સ્થિત પ્રિન્સેસ પાર્ક આગળ સર્વિસ રોડને અડીને આવેલા વૃક્ષોના જતન દરમિયાન માવજત ના અભાવ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં ન આવતા દર ચોમાસામાં ડાળીઓ તૂટી પડતી હોય છે.

પરંતુ આ વર્ષે ઉનાળાની ઋતુમાં કદાવર ડાળી સર્વિસ રોડ પર તૂટી પડી હતી જેને લઈ સર્વિસ રોડ પરથી પસાર થતાં લોકો અટવાઈ પડ્યા હતા. વૃક્ષ નજીકમા જ કરિયાણા ની દુકાન આવેલ હોય મોટી સંખ્યામાં ગ્રાહકો આવી આ વૃક્ષ નીચે જ વાહનો પાર્ક કરતાં હોય છે નસીબજોગે કદાવર ડાળી તૂટવા સમયે વૃક્ષ નીચે કે સર્વિસ રોડ થી કોઈ વાહન કે વ્યક્તિ પસાર ન થતાં જાન હાનિ ટળી હતી જવાબદાર તંત્ર હાઇવે ના તમામ વૃક્ષની કદાવર બનેલી ડાળીઓનું કટિંગ કરે તે ખૂબ જરૂરી છે.જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...