આપઘાત:વતનનાં જમીન ઝઘડામાં વાપીના આધેડે ટ્રેન નીચે પડતું મુક્યું

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદવાડા-પારડી સ્ટેશન વચ્ચે ટ્રેક પરથી લાશ મળી હતી

મૂળ દાહોદના વતની હાલ વાપી મુક્તાનંદ માર્ગ ખાતે ચાલમાં રહેતા લક્ષ્મણભાઈ મેડા ઉંમર વર્ષ 44 જે વાપી મેરિલ કંપનીમાં નોકરી કરતા હોવાથી રાબેતા મુજબ શુક્રવારે નોકરી ઉપર ગયા હતા. જ્યાંથી તેઓ છૂટી તેની પત્નીને રોટલા બનાવી રાખ હું શાકભાજી લઈને આવું છું એમ કહી તેઓ શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. જે બાદ તેઓ મોડી રાત સુધી પણ પરત આવ્યા ન હતા જેથી તેની પત્ની ચંપાબેન સહિતના પરિવાર ચિંતિત બન્યા હતા.

આ દરમિયાન લક્ષ્મણભાઈએ 4 જૂન શનિવાર ના રોજ સાંજે ઉદવાડા અને પારડી સ્ટેશનની વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

બીજી તરફ જે તે સમયે પોલીસ મૃતકની ઓળખ કરી ન શકી હતી પરંતુ ચંપાબેન એ પણ તેનો પતિ લક્ષ્મણભાઈ ગુમ થયો હોવાની વાપી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પારડી પોલીસે ચંપાબેનને ફોટો મોકલતાં ચંપાબેનએ મૃતક લક્ષ્મણભાઈ તેમનો પતિ જ હોવાની ઓળખ કરતાં તેઓ પારડી ખાતે દોડી આવ્યા હતા.

અને તેમણે જણાવ્યું હતું કે તેમના વતન દાહોદ ખાતે જમીન બાબતે ઝઘડો ચાલતો હતો તેવો વતન 15 થી 20 દિવસ અગાઉ જ આવ્યા હતા અને આ જમીન ઝઘડાને લઇ તેઓ ટેન્શનમાં હતા. જેથી તેઓએ આપઘાત કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જે આધારે પારડી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પરંતુ વાપી રહે તો વ્યક્તિ શાકભાજી લેવા માટે જવાનું કહ્યા બાદ ગુમ થયો હતો અને વાપી થી છેક પારડી ઉદવાડા રેલવે ટ્રેક પર કઈ રીતે આવ્યો હતો જેવા સવાલો ને લઇ તેના મોત પાછળ અનેક શંકાઓ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...