તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટુકવાડામાં અજાણ્યા વાહને મોપેડને અડફેટે લેતા વાપીના કન્સલ્ટન્ટનું મોત

પારડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વાપીથી પરત મોપેડ પર વલસાડ ઘરે જઈ રહ્યો હતો

પારડીના ટૂકવાડા હાઈવે પર વાપીથી વલસાડ જઈ રહેલા યુવકની મોપેડને વાહન ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. મોપેડચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.વલસાડ મોગરાવાડી સહયોગ નગર ખાતે રહેતો અને વાપી પરફેક્ટ કન્સલ્ટન્સીમાં એડવાઈઝર તરીકે ફરજ બજાવતો દિપક ગુનશેગર નાડાર ઉવ ૨૯ ગતરોજ વાપી નોકરી પરથી પરત મેસ્ટ્રો મોપેડ નંબર GJ15AR 1546પર રાત્રીના લગભગ દસેક વાગ્યાના સુમારે પરત વલસાડ જઈ રહ્યો હતો ત્યારે ટુકવાડા નેશનલ હાઈવે નંબર 48 પર શુભમ ગ્રીન એપાર્ટમેન્ટની સામે કોઈ અજાણ્યા વાહને પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી દીપકની મેસ્ટ્રો મોપેડને પાછળથી ટક્કર મારી દીધી હતી

જેને પગલે મોબાઈલ પરથી દિપક ફેંકાઈ ગયો હતો અને તેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા દીપકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું આ અંગે અજાણ્યા રાહદારીએ તેના પિતાને ફોન કરી જાણ કરતાં તેના પિતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ આધારે મૃતકનું પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો