કામગીરી:વૈશાલી હત્યાના આરોપીને 12મી સુધીના રિમાન્ડ મળ્યા

પારડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ત્રિલોક સિંઘે વોચ કરી હતી

વલસાડની બહુચર્ચીત સિંગર વૈશાલી હત્યા કેસમાં પંજાબથી ઝડપાયેલા આરોપી ત્રિલોક સિંઘને બુધવારે પોલીસે કોર્ટમાં રજુ કરતા પોલીસે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.વલસાડની સિંગર વૈશાલી હત્યાના કેસને ખૂબ ટૂંકા ગાળામાં પોલી સે ઉકેલી આ હત્યા કેસની માસ્ટર માઈન્ડ વૈશાળીની જ મિત્ર બબીતાને ઝડપી લીધા બાદ બબીતાએ રોકેલ ત્રણ ભાડૂતી હત્યારા પૈકીના એક હત્યારાને પંજાબથી ઝડપી પાડ્આયા બાદ બુધવારે પારડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

હજુ ઘણી બાબતોની તપાસ કરવાની બાકી હોય અન્ય બે આરોપીઓ પણ પકડાવાના બાકી હોય પારડી કોર્ટે પકડાયેલ પહેલા આરોપી ત્રિલોક સીઘ લાલ સિંઘને 12મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મજૂર કર્યા હતા. આ રિમાન્ડ મળતા બાકીના બે હત્યારાઓને પણ ઝડપવામાં ખૂબ જલ્દી પોલિસને સફળતા મળશે એવું લાગી રહ્યું છે.

અતિ ચકચારીત વૈશાલી હત્યા કેસમાં તેની બહેનપણી જ હત્યાની મુખ્ય આરોપી નિકળી હતી. મુખ્ય આરોપી બબીતા મિશ્રાએ તેમના ફેસબૂક મિત્રની સાથે વાત કરીને 8 લાખમાં હત્યાની સોપારી આપી હતી. હત્યા કરનારા અન્ય રાજયમાંથી વલસાડ આવ્યા હતાં. ગત રોજ વલસાડ પોલીસે એક આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. જોકે, આ કેસમાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. રિમાન્ડ દરમિયાન પોલીસ અન્ય આરોપીની કડી મેળવીને આરોપીની ધરપકડનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...