તપાસ:2 સંતાનો સાથે ગુમ ઉમરસાડી ગામની મહિલા જુહુથી પરત ફરી

પારડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સાથે ઝઘડા બાદ ચાલી ગઈ હતી

પારડીના ઉમરસાડી ગામે માંગેલવાડમાં રહેતા રવિશંકર શિવરામ માંગેલાની પત્ની સિધ્ધીકા ઉવ 30 પોતાના દીકરા આયુષ ઉવ 12 અને પ્રણાલ ઉવ 7ને 19 જુલાઇએ પારડી ફાધર એંજલ સ્કૂલમાં લેવા ગયા બાદ બાળકો સાથે જ રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. જેઓનો કોઇ પતો ન લાગતા પતિએ પારડી પોલીસ મથકે પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સીધ્ધીકા તેમના બે બાળકો અચાનક પરત ફરી હતી.

જેની પોલીસે પૂછપરછ કરતા તેના પતિ સાથે ગત 19 જુલાઇએ બંને દીકરાને સ્કૂલેથી લાવવા ઝઘડો થયો હતો. જે બાબતનું ખોટું લાગી આવતા તે બાળકોને સ્કૂલેથી લઇ વાપી જતી રહી હતી ત્યાંથી ટ્રેનમાં બેસી ઉમરગામ ઉતરી ફોઈની દીકરી મળતા તેની સાથે તેના ઘરે ગઈ હતી. જે બાદ પિયર મુંબઈ જુહુ ખાતે બાળકોને લઇ જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...