પારડી તાલુકામાં આવેલ ચંન્દ્રપુરમાં મુંબઇ થી કારગીલ જતાં માંગેલા યુવાન કારગીલ જઇ આર્મીઓને રાખડી આપશે.આ યુવકનું ચંન્દ્રપુરમાં માંગેલા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.મુંબઇ થી કારગીલ જતાં માંગેલા સમાજનો વૈભવ જગદીશ માંગેલા અને અશોક વાધિયા જેઓ બાઇક પર મુંબઇ થી કારગીલ જવા માટે નીકળ્યા હતાં.જેઓનું પારડી તાલુકામાં આવેલ ચંન્દ્રપુર માંગેલા સમાજ દ્વારા મંગળવારે સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં માંગેલા સમાજનાં અગ્રણી મહાદેવ માંગેલા,પારડી પાલિકાનાં અધ્યક્ષ અને માંગેલા લાઇફ સેવર ટ્રસ્ટનાં અગ્રણી ગજાનંદ માંગેલા,કિશોર માંગેલા તેમજ માંગેલા સમાજનાં લોકો હાજર રહી માંગેલા સમાજના યુવાનનું સન્માન કર્યુ હતું.આ બંને યુવક કારગીલ પહોંચી આર્મીમેનોને બહેનોએ બનાવેલી રાખડી એનાયત કરશે.તેમજ બહેનોએ મોકલાવેલો સંદેશો પાઠવશે.આમ માંગેલા સમાજના યુવાનો દ્વારા દેશનાં આર્મી જવાનો માટે રાખડી આપી પોતાની ફરજ અદા કરી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરશે.
6000 કિલોમીટરનું અંતર કાપી યાત્રા પૂર્ણ કરશે
મુંબઈ કારગીલનું લગભગ 3000 કિલોમીટર નું અંતર અને કારગીલ થી મુંબઈ પરત ફરવા 3000 કિલોમીટર મળી અંદાજે 6000 કિલોમીટર અંતર કાપશે આ બંને યુવાનોની રાષ્ટ્રીય ભાવના ની રસ્તે ઠેર ઠેર બિરદાવવામાં આવી રહી છે.
ગિયરલેસ વાહન લઈ બન્ને યુવક કારગીલ પહોંચશે
છ હજાર કિલોમીટરનું અંતર યાત્રા પૂરી કરવા માટે કાપવા થતું હોવા છતાં બંને યુવાનોએ મોંઘા બાઈક ના બદલે એકટીવા અને ડિયો જેવા ગીયરલેસ વાહનોનો ઉપયોગ કરી એક બંધન યાત્રા પર નીકળ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.