દારૂની ખેપમાં અત્યાર સુધી મોટા ભાગે પુરૂષો વિવિધ વાહનોમાં ખેપ મારતા ઝડપાય છે જ્યાંરે મહિલાઓ પોટલામાં દારૂની ખેપ મારતા ટ્રેન,બસ જેવા વાહનોમાં ઝડપાય છે.જોકે પ્રથમ વખત દારૂની મોપેડમાં દારૂની ખેપ મરતી 2 મહિલા નવેરા ગામથી ઝડપાતા આશ્ચર્ય સર્જાયુ છે.
પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દમણ તરફ થી એકટીવા મોપેડ નંબર GJ-15-DJ-2949 પર બે મહિલા આવતી હતી જેને શંકાના આધારે અટકાવી મોપેડની ડીકી ખોલાવી જોતાં અંદરથી 15 બોટલ દારૂ કિંમત રૂ 750 મળી આવતા મોપેડ સવાર જીગ્નાબેન મુકેશભાઈ પટેલ ઉ વ 25 અને વર્ષાબેન સંતોષભાઈ પટેલ ઉ વ 29 બંને રહે નવેરા દેસાઇ ફળિયાની પારડી પોલીસે ધરપકડ કરી છે રૂ 25750નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.