ચોરી:ઓરવાડમાં બે દુકાન-મંદિર અને ઓફિસના તાળાં તૂટ્યા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડિંગના રહીશો જાગી જતા તસ્કરો ભાગી ગયા

ઉદવાડા ઓરવાડ ઘંટેશ્વર મંદિર નજીક તસ્કરોએ એક સાથે એક મંદિરનો ગેટ,ઓફીસ તેમજ બે દુકાનના તાળા તોડ્યા હતા. જોકે એક કપડાંની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં 4 થી 5 ચોરની કરતૂ કેદ થઈ ગઇ છે. ઓરવાડગામે ગત રાત્રે શ્રી વાસ્તુ બિલ્ડીંગમાં આવેલી મિલન બેકરી અને કે.વી કલેક્શન, તેમજ બાજુમાં સન રેસીડેન્સીની કન્સ્ટ્રકશન સાઈટની ઓફીસ તેમજ ઘંટેશ્વર મંદિરને નિશાન બનાવ્યું હતું અને આ ચાર સ્થળોએ તસ્કરોએ તાળા તોડી મિલન બેકરી માંથી બિસ્કિટ જેવી ચીજવસ્તુઓ રોકડ રૂ3000 થી 4000અને કેજી કલેક્શન નામની કપડાની દુકાન માંથી 2થી 3 હજાર રોકડા જ્યારે ઓફીસ માંથીCCTV કેમેરાનું ડીવીઆર,ઇલેક્ટ્રિક સગડી જેવીનાની મોટી ચીજ વસ્તુ ચોરી હતી.

આ ચોરી સમયે દુકાનના શટર તૂટવાનો અવાજ બિલ્ડિંગના રહીશોને આવતા જાગી ગયા હતા અને બૂમાબૂમ થતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થળ પર પહોંચી તપાસ કરતા એક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં ચોરની કરતૂત કેદ થઈ ગઇ હતી. દર વર્ષે ઓરવાડ વિસ્તારમાં ચોરીની ઘટના બને છે.

અન્ય સમાચારો પણ છે...