અકસ્માત:પારડી ખડકી હાઇવે પર કાર ડીવાઈડર કૂદી અન્ય કાર સાથે અથડાતા બે ગંભીર

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી જીપમાં ડાયમંડ તથા જ્વેલરી લઇ મુંબઇ જઇ રહ્યા હતા

સુરત ઓલપાડ ખાતે રહેતા પ્રશાંત પ્રવીણભાઈ આહિર સુરતની જ બીવીસી લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય જે રાત્રે હેમરાજસિંહ રાવેન્દ્રસિંહ સાથે કંપનીની ટાટા ઝેનોન જીપમાં ડાયમંડ તથા જ્વેલરી લઈ સુરતથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા.

​​​​​​ ત્યારે મોડી રાત્રે પારડીના ખડકી હાઇવે પર ઓવરબ્રિજ ચઢતા જ મુંબઈ થી સુરત જતા ટ્રેક પરથી એક સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર કુદાવી સામેના ટ્રેક પર સુરતથી મુંબઈ જતી ટાટા ઝેનોન જીપ સાથે અથડાઇ પલટી મારી ગઇ હતી.

અકસ્માતમાં સ્વીફ્ટ કાર ચાલક તથા અન્યને ઈજા થતાં 108માં વલસાડની કસ્તુરબા હોસ્પિટલ માં ખસેડ્યા હતા. જ્વેલરી લઈ જતી ટાટા ઝેનોન ગાડી માં સવાર હેમરાજસિંહ ને પણ નાની મોટી ઇજા થઇ હતી. આ અંગેની ફરિયાદ બી.વી.સી.લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડ્રાઈવર પ્રશાંતભાઈ એ પારડી પોલીસ સ્ટેશનમાં લખાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...