ધરપકડ:કારમાં દારૂ લઈ જતા બે ખેપિયાની વિશ્રામ હોટલ સામેથી ધરપકડ

પારડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 7.95 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

સેલવાસથી એક XUV કાર નંબર MH02EE6228માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવાની હોવાની બાતમી પેટ્રોલિંગ કરતા પારડી પોલીસ મથકના પોલીસ કર્મી પ્રદિપસિંહને મળતા પારડી નેશનલ હાઇવે નંબર 48 વિશ્રામ હોટલ સામે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન બાતમી વાડી XUVકાર આવતા પોલીસે ટ્રાફિક જામ કરીઅટકાવી હતી અને કારની તલાશી લેવામાં આવતા પોલીસને આ કાર માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની બોટલ નંગ 84 જેની કિંમત રૂપિયા 80400/- નો જથ્થો મળી આવતા રૂપિયા 7લાખના મૂલ્યની કાર કબજે લઇ કારમાં સવાર રાજેશભાઈ સીતારામ રાજપુત રહે કલ્યાણ મહારાષ્ટ્ર અને ભરતભાઈ બુધિયાભાઈ ગજરા રહે કલ્યાણ ઇસ્ટ મુંબઈ મૂળ રહે અબડાસા કચ્છની ધરપકડ કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...