દુર્ઘટના:ઓરવાડ ગામે રોડ ક્રોસ કરતા બે મજૂરને બાઈકે ઉડાવ્યા,1નું મોત

પારડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માતમાં ચાલક સહિત 2ને ઇજા થતા સારવાર હેઠળ

પારડી ઓરવાડ ગામે હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા બે મજૂરને બાઈકે અડફેટમાં લેતા અકસ્માતમાં બંને મજૂર સાથે બાઈક ચાલક પણ ઘવાયો હતો.ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.પારડી તાલુકાના ઓરવાડ ગામે ચીકુ માર્કેટમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ખાટાઆંબા ગામે રહેતા બજન જાનુભાઈ વારલી તેની પત્ની મજુરી કામે આવ્યા હતા અને મજુરી કામ કરી ચીકુ માર્કેટમાં જ રહેતા હતા

ત્યારે ગત બુધવારે સાંજે 7.30 કલાકે બજનભાઈ અને તેમની સાથે માર્કેટમાં કામ કરતા હસુભાઈ લાલુભાઇ હળપતિ હાઇવેનો ઓરવાડ બ્રિજ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વાપી તરફથી આવેલી યામાહા બાઈકે અડફેટે લેતા બાઈક ચાલક દર્પણ દિલીપભાઈ પટેલ રહે. પારડી પોણીયા અને રોડ ક્રોસ કરતા બંને મજૂરને ઇજા થતા ત્રણેયને સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન બજનભાઈનું મોત નિપજ્યુ હતું. આ અંગે પારડી પોલીસ મથકે પારડી પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...