દુર્ઘટના:પારડી લગ્ન પ્રસંગમાં આવેલા બે બાળકો કોથરખાડીમાં ડૂબ્યાં

પારડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુપી-વાપીના બાળકો લગ્ન બાદ સંબંધીને ત્યાં રોકાયા હતા
  • નાહવા ગયેલા ચાર પૈકી બે બાળક ઘરે પહોંચતા જાણ થઈ

પારડીના ભેંસલાપાડામાં લગ્ન પ્રસંગમાં આવેલા ચાર બાળકો સોમવારે બપોર પછી નજીકની કોથર ખાડીમાં નહાવા માટે ગયા હતા. જોકે, ચાર પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા.\nમૂળ ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાનો રહીશ 12 વર્ષીય નિખિલ વિરેન્દ્ર યાદવ અને વાપી નામધા સ્થિત નવી નગરીમાં રહેતો 14 વર્ષીય સુધાંશુ પ્રમોદ યાદવ તેમના પરિવાર સાથે પારડીના ભેંસલાપાડા ખાતે રહેતા સંબંધીને ત્યાં રવિવારે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ તેઓ અન્ય મહેમાનની સાથે રોકાયા હતા.

સોમવારે બપોર પછી નિખિલ, સુધાંશુ, પવન અને ક્રિષ્ણા ધર નજીક આવેલી કોથર ખાડીમાં નહાવા માટે પડ્યા હતા. જોકે, ચાર પૈકી બે પવન અને ક્રિષ્ણા ઘરે પરત ફર્યા હતા જ્યારે નિખિલ અને સુધાંશુ ઘરે ન પહોંચતા તેમની શોધ આદરી હતી. આખરે બંને બાળકો બેભાન અવસ્થામાં ખાડીમાંથી મળતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યા ફરજ ઉપરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પારડી પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...