તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પારડી કર્મભૂમિમાં બે બંગલાના તાળા તૂટ્યા, PSIના ઘરે પ્રયાસ

પારડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં પ્રવેશેલા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ

પારડી સ્ટેશન રોડ સ્થિત કર્મભૂમિ ડ્રીમ સીટીમાં રાતે ચાર ચોરોએ પ્રવેશ કરી સોસાયટી પ્રમુખ જયંતી દેસાઈના બંધ રો હાઉસને અને બાજુમાં આવેલા અન્ય એક બંધ રો હાઉસને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી પોતાના ઘરમાં જ કોઈક ખોવાયેલી ચીજ શોધતા હોય એમ પ્રમુખ ના ઘરમાં કલાકથી વધારે સમય રોકાઈ આરામથી કંઈક સામાન શોધી ચોરી જતા સીસીકેમેરામાં કેદ થયા હતા.જ્યારે અન્ય બંધ ઘરમાં કોઈ સામાન ન હોય ચોરો નિષ્ફળ ગયા હતા.

સૌથી વધુ બંગલા ઓ હોવા છતાં નહિવત સિક્યુરિટી ને લઇ સ્થાનિક રહીશો માં બિલ્ડર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.જોકે રાત્રી દરમિયાન આ સોસાયટીમાં રહેતા અને પોલીસ ખાતામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી રાત્રીએ ઘરે આવતા સજાગ બની ગયેલા ચોર ભાગી છૂટ્યા હતા.

આ મામલે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે એક રો હાઉસ બંધ હતું સોસાયટીના પ્રમુખ જ્યંતી દેસાઇ પોતે અમેરિકા ગયા હોય જેથી કઈ ચીજવસ્તુઓ કે કેટલી રોકડની ચોરી થઈ એ જાણી શકાયું નથી. આ સોસાયટીમાં રહેતા એક PSIના ઘરે પણ ચોરીનો પ્રયાસ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...