દુર્ઘટના:પારડી હાઈવેની ગ્રીલ તોડી ટ્રક મકાનની કંપાઉન્ડ સાથે અથડાઇ, જાનહાની ટળી

પારડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઉડરની ગુણી ભરેલી ટ્રકમાં ખામી સર્જાતા ચાલકે કાબુ ગુમાવ્યો

વલસાડ ધમડાચી થી વાપી પાઉડરની બોરીઓ ભરી પારડી નેશનલ હાઇવે 48ના માર્ગે નીકળેલી ટ્રક નંબર GJ15XX1867માં તકનીકી ખામી સર્જાતા ટ્રક ચાલકે વિશ્રામ હોટેલ સામે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રક હાઇવે ડિવાઈડર કુદી ગ્રીલ તોડી સર્વિસ રોડ ધસી ગઈ હતી અને સર્વિસ રોડ ને બાજુમાં આવેલી દારા એસ પારડી વાળાની કંપાઉન્ડ વોલ જોડે ધડાકાભેર અથડાઈ હતી ટ્રક કંપાઉન્ડ વોલ સાથે અથડાતા વોલ તોડી પાડી હતી જોકે આ બનાવમાં ટ્રક અને વોલને નુકશાન પહોંચ્યું હતું.જ્યારે કોઈને પણ ઇજા પહોંચવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...