તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બગવાડાથી ક્રૂરતા પૂર્વક ગાભણ અને દુધણી ભેંસો ભરી લઈ જતી ટ્રક ઝડપાઇ

પારડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણની ધરપકડ બે વોન્ટેડ, પશુઓને વાપી રાતા પાંજરા પોળ ખાતે ખસેડાયા

વલસાડ પોલીસ કંટ્રોલ રૂમની માહિતી આધારે પારડી પોલીસની ટીમે બગવાડા નેશનલ હાઇવે નંબર 48 પર ટોલનાકા નજીક મુંબઈ તરફ જતી એક આશોક લેલાન્ડ ટ્રક ટ્રક નંબર Hu 24X6393 ને અટકાવી હતી અને જેની તલાસી લેવામાં આવતા ક્રૂરતાપૂર્વક ઠાંસી ઠાંસીને ભરેલી ગાભણ ત્રણ ભેંસો અને દુધણી 5 તેમજ પાડીયાઓ મળી આવ્યા હતા. જેથી ટ્રક ચાલક વિક્રમજી નટુજી ઠાકોર રહે માતીપુરા સરદારપુરા સિધ્ધપુર પાટણ તેમજ ક્લીનર મહેન્દ્ર સોનાજી ઠાકોર રહે ખડીયાસણ સિધ્ધપુર પાટણ તેમજ અન્ય એક ઈસમ આકાશ દિનેશ યાદવ રહે યાદવ નગર રોડ પાલઘર મહારાષ્ટ્ર પાસે આ પશુઓની હેરાફેરી કરવા અંગેની પાસ પરમીટ ની માંગણી કરી હતી જે સામે આ ત્રણેય ઈસમો કોઈપણ જાતની પરવાનગી રજૂ ન કરતાં પારડી પોલીસે ગેરકાયદેસર રીતે ક્રૂરતા પૂર્વક ઠાંસી ઠાંસીને અને ઘાસ ચારની સુવિધા વિના લઈ જતા પશુઓ ભરેલી ટ્રકને કબજે લીધી હતી.

આ ઝડપાયેલા ત્રણેયના વિરુદ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ ટ્રકમાં પશુઓ માટે ઘાસ ચારા પાણી જેવી સુવિધાઓ પણ રાખવામાં આવી ન હતી. પારડી પોલીસે ત્રણ લાખ દસ હજાર ના પશુઓ કબજે લઇ તેઓની સારસંભાળ માટે રાતા પાંજરાપોળ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને દર ૧૦ લાખની ટ્રક કબ્જે લઇ ઝડપાયેલા ત્રણેયને જેલના સળિયા પાછળ મૂકી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જોકે આ ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતા તેઓએ આ ભેંસો અને પાડીયા સિધ્ધપુર પાટણ ખાતે રહેતા ફૈઝલ વિનુજી કરોડિયા પાસે ભરાવ્યા હતા અને રહીમ નૂરજી માનુજીયા ને મહારાષ્ટ્ર પાલઘર તબેલા માં દુધનો વ્યવસાય કરવા માટે આપવા લઈ જતા હોવાનું જણાવ્યું હતું જે આધારે આ બંને ઇસમોને પણ પારડી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.આ કેસની વધુ તપાસ બીટ જમાદાર કૈલાશ બી ઠાકરે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...