ચોરી:પારડીમાં દુકાનમાંથી ત્રણ મહિલા 5 કિલો કાજુ ચોરી હોન્ડા સિટી કારમાં ફરાર

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલિકે દુકાનના CCTV ફૂટેજ ચેક કરતા મામલો બહાર આવ્યો

પારડી હાઇવેની એક કરિણાયાણી દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલા દુકાનમાંથી નજર ચુકવી 5 કિલો કાજુચોરી લક્ઝુરીશ કારમાં ફરાર થઇ ગઇ હતી. પારડી શહેરમાં હાઈવે દમણી ઝાપા ખાતે ફીનાઇલ ફેક્ટરી બાજુમાં આવેલા પ્રિન્સેસ પાર્ક નામની બિલ્ડીંગ નીચે રામદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાનમાં ગત બુધવારે સાંજે 5.30 કલાકે થોડા થોડા સમયના અંતરે ત્રણ મહિલા ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશી હતી.

દુકાનના કાઉન્ટર થી થોડે દુર એક મહિલા કંઈક ચીજો લેવા ગયા બાદ તેણે સાથી મહિલાને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યા બાદ ત્રણેય મહિલાએ યુક્તિ પૂર્વક રૂ 5000 હજારની કિંમતના 5 કિલો કાજુની ચોરી કરી ત્રણેય હોન્ડા સીટી કારમાં સવાર થઈ ફરાર થઈ ગઈ હતી. ચોરીની ઘટનાથી કાઉન્ટર પર બેસેલો સંચાલક પ્રમોદ માલી અજાણ હતો. પરંતુ દુકાનમાં આવેલા પુત્રને કાજુ ગાયબ જણાતા તેણે સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલાઓ ચોરી કરતા દેખાય હતી.

અન્ય સમાચારો પણ છે...