તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઓરવાડનાં ફાર્મ હાઉસમાંથી 1.65 લાખની મત્તાની ચોરી

પારડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેખરેખ કરતી મહિલાએ બંગલો ખોલતા ઘટના પ્રકાશમાં આવી

મૂળ મુંબઈ ખાતે રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા વિજયભાઈ સુંદરલાલ કોન્ટ્રાક્ટર ની પારડીના ઓરવાડ ગામે વિજયબાગ નામની વાડી છે જેમાં તેમણે બંગલો બનાવ્યો છે આ બંગલા પર તેઓ સમયાંતરે આવ જાવ કરે છે. દેખરેખ માટે તેઓએ બે મહિલાને રાખી હતી જે બંગલાના બાજુના રૂમમાં રહે છે. વીજયભાઈ ગત નવેમ્બર માસની 29 તારીખે જ ઓરવાડની વાડીથી મુંબઈ ગયા હતા.

આ દરમિયાન તેમના મોબાઈલ પર વાડીની દેખરેખ રાખતી મહિલા સોનલબેનનો ફોન આવ્યો હતો કે બંગલામાં ચોરી થઈ છે જેને પગલે વિજયભાઈ અને તેમની પત્નિ કાશ્મીરાબેન મુંબઈથી આવ્યા હતા અને બંગલામાં જોતા બેડ રૂમની સ્લાઈડીંગ બારી ખોલી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને કબાટમાંથી રોકડા 1.50 લાખ તેમજ સીસીટીવીનું ડીવીઆર કિંમત રૂ 5,000 અને 32 ઇંચનું ટીવી રૂપિયા 10,000 મળી 165000ની મતા ચોરી ગયાનું જણાયું હતું. આ પારડી પોલીસને જાણ કરતા એફ.એસ.એલ અને ડોગ સ્કવોડની મદદ લઇ ચોરનું પગેરુ શોધવા પ્રયાસ હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો