તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતા ચોરાઇ:પારડીમાં ભંગારના ગોડાઉન-મકાનમાં ચોરી

પારડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડી શહેરમાં ભાસ્કરધૃતી સ્કૂલ સામે તળાવની પાળ ઉપર આવેલી સઈદ ભાઈના ભંગારની ગોડાઉન અને તેમના બાજુમાં આવેલા સમીમ સાદિક શેખના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

સમીમ શેખના પતિ સાદીક ભાઈ તેમના વતન જતા તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલું સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, સોના ચાંદીની વિટીઓ મળી 40 હજારના મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે બાદ તસ્કરો સઇદ ભાઈના ભંગારના ગોડાઉનમાં ઓફિસનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ કિંમતી ચીજ વસ્તુ ન મળતા ખાલી હાથએ પરત ફર્યા હતા.ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી જેમાં ત્રણ ચોર દેખાયા હતા. ઉપરાંત તળાવની પાળ ઉપર એક લારી ગલ્લો પણ તોડી પરચૂરણ રૂપિયા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...