હુમલો:રસ્તા પર પાણી છોડાતા ટોક્યા તો પારડીના વકીલને ત્રણે માર માર્યો

પારડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માથામાં ઘાતક હથિયાર મારતા લોહીલુહાણ થઇ ઢળી પડ્યા

પારડીના મોટાવાઘછીપા ગામે રસ્તા પર પાણી ચોડવામાં આવતું હોય બાઈક સ્લીપ થવાની ભીતિને લઈ ટોકવા ગયેલા વકિલને એક મહિલા ત્રણ ઈસમોએ મળી માર મારી લોહી લુહાણ કરી નાંખ્યો હતો. મોટા વાઘ છીપાગામે ઝંડા ચોક ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા અમિત ઠાકોરભાઈ પટેલ ગત સોમવારે સાંજે પારસી ફળીયામાં તેમના તબેલા પરથી પરત ઘરે બાઈક પર આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાણી વહી રહ્યું હોય બાઈક સ્લીપ થવાની ભીતિ સર્જાતા અમિતભાઈએ આ મામલે રસ્તા પર પાણી છોડતા લીલાબેનને પાણી રસ્તા પર છોડવાને બદલે એક પાઇપ નાખી દો કહી ટકોર કરતા તેમના પાડોશમાં રહેતા કાંતાબેન બાબુભાઈ પટેલ, સુજીત ઉર્ફે સૂલિયો રસિકભાઈ પટેલ અને કિરણ અશોકભાઈ પટેલ દોડી આવી બોલાચાલી કરી હતી ત્યારે વકિલ અમિતભાઈ એ હું તમારી જોડે વાતો કરતો નથી હું લીલાબેન સાથે વાત કરું છું એવું કહેતા આ ત્રણેએ ઉશ્કેરાઇ જઇ વકીલ અમિતને ઢીકમુક્કીનો માર માર્યો હતો તેમજ ધારદાર હથિયાર માથામાં મારતા અમિત લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા.ઝપાઝપીમાં તેમના ગળાની સોનાની ચેન અને પેન્ડલ પણ પડી ગયુ હતું.

બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવી અમિતને વધુ મારથી બચાવ્યો હતો. બનાવની જાણ તેમના સાથી વકીલ મિત્રોને થતાં મોટી સંખ્યામાં પારડી પોલીસ મથકે રાત્રે દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે પારડી પોલીસમાં એડવોકેટ અમિતે ફરિયાદ નોંધાવી છે. હાલ ઇજાગ્રસ્ત અમિતભાઈ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...