તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રાત્રે મોડે સુધી કેમ ફરે છે કહેતા પુત્રએ ફિનાઇલ પીધું

પારડી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોમીટીંગ કરતા પરિવારને જાણ થઈ હતી

બગવાડા ગામે રાત્રે મોડે સુધી રખડતા પુત્રને પિતાએ ઠપકો આપતા માઠુ લાગી આવવાથી પુત્રએ પીનાઇલ ગટગટાવ્યું હતું.તબિયાત લથડતા વોમિટીંગ કરવા લાગ્યો હતો જેથી તાત્કાલિક તેને કાનગી હોસ્પિટલ ખસેડતા જીવ ઉગર્યો હતો.

બગવાડા ગામે મસ્જિદ ફળિયા ખાતે રહેતો દેવેશ સતિષભાઈ નાયક ઉંમર વર્ષ 18 રાત્રિના મોડે સુધી આમતેમ ફરતો હોવાથી તેના પિતા સતીષભાઈએ રાતે મોડે સુધી ફરવા બાબતે ઠપકો આપ્યો હતો, જે બાબતે દેવેશને ખોટું લાગ્યું હતું.અને ગતરોજ પરિવારના બધા સભ્યો ટીવી જોતા હતા ત્યારે તે બાથરૂમમાં ગયો હતો અને ત્યાં ફિનાઈલ પી આવી ઓટલા પર મુકેલા ખાટલા પર સુઈ ગયો હતો થોડીવારમાં દેવેશ વામીટ કરતા પરિવારજનો ગભરાયા હતા અને તેની પૂછપરછ કરતા દેવેશે ફિનાઈલ પી લીધી હોવાનું જણાવતાં તાત્કાલિક તેને પારડીની ખાનગી હોસ્પિટલ દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો