તપાસ:કલસરગામે ફાર્મમાંથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો

પારડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન ખાતાએ પીએમ કરાવી FSL થકી તપાસ શરૂ કરી

કલસર ગામે ભગવાનદાસ ફોર્મ મા એક મૃત હાલતમાં દીપડો મળી આવતા વનવિભાગની ટીમ દોડતી થઇ હતી. અને દીપડાનો કબજો લઇ પી.એમ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.પારડીના કલસર ગામે ચોકી ફળીયામાં ભગવાનદાસ ફાર્મમાં શુક્રવાર સાંજે એક દીપડો મૃત હાલતમાં હોવાની જાણ થતા પારડી આર.એફ.ઓ સમીર કોંકણી ટીમ સાથે સ્થળે પર જઇ તપાસ કરતા ત્રણથી ચાર વર્ષનો દીપડો મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.

જેનો કબજો લઇ તેના મોતનું સાચુ કારણ જાણવા માટે વેનિટરી ડોક્ટર મારફતે પીએમ કરાવ્યું હતું તેમજ સ્પષ્ટ કારણ જાણવા એફ.એસ.એલ.માં સેમ્પલ મોકલી કાર્યવાહી હાથ ધરાઇ છે. પીએમ બાદ કાયદાકીય નિયમો અને વિધિ મુજબ ડુંગરી ખાતે અમૃત દીપડાને દફનાવવામાં આવ્યો હતો. હાલતો દીપડોનું મોત ભારે ગરમીના કારણે અથવા કોઈ ઝેરી વસ્તુ ખાવાથી થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે .

અન્ય સમાચારો પણ છે...